ડીસા ખાતે શ્રી મોમાઇ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કઢી ખીચડી મહાપ્રસાદ નું ઉત્તરાયણ નિમિતે વિતરણ કરાયુ

Share this:

🙏જય ગુરુ મહારાજ🙏 માતાજીની અસીમ કૃપાથી મકરસંક્રાંતિ નિમિત્તે શ્રી મોમાઈ માતાજી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસાના આયોજનથી ડીસામાં ખીચડી-કઢી વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 14/ 1 /2021ને ગુરુવારે સવારે 9:30 કલાકે ફુવારા સર્કલ ડીસા ખાતે કરવા માં આવેલ વિશેષમાં ખાસ જણાવવાનું કે હવેથી દર રવિવારે શ્રીમોમાઈ માતાજી સેવા ટ્રસ્ટ ડીસા તરફથી ખીચડી કઢી નું વિતરણ કરવાનું આયોજન પણ રાખેલ છે. ઉપરાંત આશ્રમમાં ચાલતા સેવા કાર્યો જેવા કે રામરોટી ,આરોગ્યવર્ધક ઉકાળા વિતરણ, ભજન સત્સંગ જેવા કાર્યક્રમો ચાલુ જ આપ પણ સહભાગી આ સેવાકાર્યમાં જોડાવું હોય તો જોડાઈને સેવાનો લાભ લઇ શકો છો.
💐આયોજક અને પ્રેરણા💐
પ.પૂ. બ્રહ્મચારી શ્રી દિલીપગીરીજી મહારાજજી
શ્રી મોમાઈ માતાજી સેવા ધામ.ટેકરા ડીસા.🚩

Uncategorized