કેવડીયા ખાતે 562 રજવાડાઓ ની શૌર્ય ગાથા રજૂ કરતું મ્યુઝિયમ તૈયાર કરવા નો નિર્ણય

Share this:

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ- આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વભરના પ્રવાસીઓ ભારતની એકતા-અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થશે. વર્તમાન અને આવનારી પેઢી સમક્ષ રાષ્ટ્ર ઐક્યની ભાવનાનો ઇતિહાસ ઊજાગર કરાશે. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા 3D હોલોગ્રાફી અને ઓગમેન્ટેડ રિયાલિટી સહિતના આકર્ષણો સાથે પ્રદર્શિત કરાશે. દેશભરના રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલિન રાજા-રજવાડાઓની વિગતો તેમજ ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો, બેનમૂન ચીજવસ્તુઓ અને ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવી આ મ્યૂઝિયમમાં શો-કેસ કરાશે.

Uncategorized