વલસાડ જિલ્લામાં માં પાણી પુરવઠા વિભાગ ની વિવિધ જૂથ યોજનાઓ નું ખાતમુહૂર્ત

Share this:

વલસાડ જિલ્લાના નાગરિકો માટે રૂ 145.14 કરોડ ના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ જૂથ યોજનાઓનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લાના લોકોને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્‍ત પાણી જેવી સમસ્‍યાઓનો સામનો ન કરવો પડે તે માટે વિવિધસ્ત્રોત જેવા કે દમણગંગા જળાશય, વાપી વિયર, પાર નદી, પંચલાઇ વિયર, ઔરંગા નદી તથા સરફેસ આધારિત ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩.૮૨ લાખ વસતિને પીવાના પાણીનો લાભ આપનારી કુલ પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના અંદાજે રૂા.૧૪૫.૧૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

૩૫.૮૨ કરોડની પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-૨ની કામગીરી, જેમાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ વસતિને, રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ-૧ની કામગીરી, જેના થકી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના ૨૫ ગામોના ૨૯૮ ફળિયાઓને જોડવાની કામગીરી થકી અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા.૪.૮૩ કરોડની ઔરંગા નદી આધારિત

કાંજણહારી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્‍ટીવીટી યોજનાથી વલસાડ તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા.૫.૩૫ કરોડની પાર નદી આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના ૫૭ ફળિયાની ૩૧ હજાર જેટલી વસ્તી લાભાન્‍વિત થશે. આમ, આ તમામ યોજનાઓના કાર્યો પરિપૂર્ણ થતાં વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩૮૨૪૪૭ વસતિને પીવાના પાણીનો લાભ મળશે.

આ પ્રસંગે સમારંભના મુખ્‍ય મહેમાન તરીકે વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી(કુમાર) તથા મહાનુભાવો તરીકે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મણિલાલ પટેલ, ધારાસભ્‍ય સર્વશ્રી કનુભાઈ દેસાઇ, શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી ભરતભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ પટેલ, પાણી પુરવઠા બોર્ડના સચિવ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસ. પી. શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ભાજપ મહામંત્રી શ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ, આગેવાનો તેમજ નગર જનો ઉપસ્થિત રહ્યા હતા.

Uncategorized